કચ્છના ખડીર બેટ વિસ્તારમાં પવનના જોરે પાણી આવતા રણ બન્યું સાગર

Wednesday 14th July 2021 07:31 EDT
 
 

ભુજઃ કચ્છમાં ચારે તરફ નમકાચ્છિત રણ ધરાવતો એક માત્ર ખડીર વિસ્તાર ચોમાસામાં વરસાદ બાદ બેટમાં ફેરવાઈ જાય છે અને રણ જાણે સાગર જેવું ભાસે છે. એવા કુદરતી ધરોહરના આ વિસ્તારમાં આવેલા અમરાપર ગામની સીરાની વાંઢ પાસેના રણમાં વર્ષા બાદ પાણી આવતા નયનરમ્ય નજારો જોવા મળી રહ્યો છે અને અફાટ ધરતી આકાશના પ્રતિબિંબ સાથે આકાશી ભાસી રહી છે.
કચ્છના રણમાં આમ તો વર્ષમાં ૮થી ૯ માસ જેટલા સમય સુધી પાણી રહેતું હોય છે અને શિયાળામાં સુકાઈ જતા સફેદ રણમાં તબદીલ થાય છે. ત્યારે હાલ ખડીર બેટના અમરાપર નજીકના વિસ્તારમાં જે પાણી આવ્યા છે તે બાભડકા પાસે પહેલા પડેલા વરસાદથી જમીન ભીની હતી તેમાં પવનની દીશા બદલાઈ જતા હાલ દક્ષિણથી ઉત્તર તરફ પાણી આવી રહ્યું છે.
આમ તો પાકિસ્તાન અને આ બાજુ રાજસ્થાનમાં અતિભારે વરસાદ કે ડેમના ઓવરફ્લો થવાથી પાણી આવતા રહેતા હોય છે. જ્યારે આ પાણી રાપર તાલુકાના ડાવરી ગામ નજીકના લાકડાં ડેમનું હોવાનું અનુમાન ખડીરના જાણકાર નૂરમામદ કાસમે વ્યક્ત કર્યું હતું.


comments powered by Disqus