ભુજ: કચ્છના દરિયાઇ કાંઠા વિસ્તારમાંથી અવાર નવાર ચરસના પેકેટ પકડાતા હોય છે. ત્યારે ગત ૬ જૂલાઈની સવારે જખૌ કોસ્ટગાર્ડની ટીમને દરિયાઇ પેટ્રોલિંગ દરમિયાન હયાત બેટ પાસેથી બિનવારસુ ચરસના ૧૯ પેકેટ મળી આવ્યા હતા. ૨૧.૪ કિલોગ્રામ ચરસની કિંમત ૩૨ લાખ રૂપિયા આંકવામાં આવી છે. કોસ્ટગાર્ડની ટીમે આ ચરસનો જથ્થો મરીન પોલીસને સુપ્રત કર્યો હતો. સરહદી દરિયાાઇ વિસ્તારના ટાપુ, ક્રીક પાસેથી અનેક વખત બિનવારસુ ચરસના પેકેટ મળી આવ્યા છે.