કચ્છીઓને નૂતન વર્ષની શુભેચ્છા પાઠવતા મુખ્યપ્રધાન

Wednesday 14th July 2021 07:22 EDT
 
 

ગાંધીનગરઃ અષાઢી બીજ એટલે સુપ્રસિદ્ધ ભગવાન જગન્નાથજીની રથયાત્રા ઉપરાંત કચ્છીઓ માટેનું નવું વર્ષ પણ આ દિવસે હોઈ ખેડૂતો માટે વાવણીનો દિવસ હોઈ આ દિવસ મહત્ત્વનો બની રહે છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ૧૨મી જૂલાઈના સોમવારે, અષાઢી બીજના પવિત્ર દિવસે કચ્છીઓના નૂતન વર્ષની કચ્છ અને કચ્છ બહાર વસતા હજારો કચ્છી ભાઈ-બહેનોને શુભેચ્છાઓ આપી છે. મુખ્યપ્રધાને સૌ કચ્છી પરિવારોની સુખ અને સમૃદ્ધિ માટે શુભકામનાઓ પણ
કચ્છી નૂતન વર્ષના આ અવસરે પાઠવી હતી.


comments powered by Disqus