ગોધરા-કાલોલઃ કાલોલ નગરમાં બે યુવકની મારામારીને લીધે વાતાવરણ ડહોળાતાં બે જૂથના લોકો સામસામે આવી પથ્થરમારો કર્યો હતો. જેમાં પોલીસ પર પેટ્રોલ બોમ્બ ઝીંકાયા હતા. આ મામલે પોલીસે ૧૭ મહિલાઓ સહિત ૧૦૪ લોકો સામે નામજોગ અને ૧,૦૦૦થી ૧,૫૦૦ના ટોળાં સામે ફરિયાદ દાખલ કરી છે. લઘુમતી કોમના જૂથે કાલોલ પોલીસ પર હુમલો કરી ૪ પોલીસકર્મીને ટાર્ગેટ કરી ઘાયલ કર્યા હતા.