ગાંધીનગરઃ ગુજરાત સરકારે ઈલેક્ટ્રિક વાહનો (ઈવી) માટે પોલિસીની જાહેરાત કર્યા પછી ટાટા પાવરે તેનું પ્રથમ ફાસ્ટ ઈવી ચાર્જિંગ સ્ટેશન કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સ્થાપિત કર્યું છે. કેવડિયાને દેશનું પ્રથમ ઈવી શહેર બનાવવાના રાજ્ય સરકારના કદમને અનુરૂપ આ કંપનીએ તેનું ચાર્જિંગ સ્ટેશન બનાવ્યું છે. ટાટા પાવર ઈવી ચાર્જ મોબાઈલ એપ્લિકેશન દ્વારા સમર્થિત ચાર્જિંગ પોઈન્ટ ઈવી વાહનમાલિકોને વાસ્તવિક સમયમાં ચાર્જિંગ સ્ટેશન શોધવામાં મદદરૂપ થશે. કેવિડયામાં રેલવે સ્ટેશન પાસે ચાર્જિંગ સ્ટેશન બનાવવામાં આવ્યું છે.