જીએસટીના બોગસ બિલિંગનું અધધધ...રૂ. ૧૦૦૦ કરોડનું કૌભાંડ

Wednesday 14th July 2021 06:28 EDT
 

અમદાવાદઃ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના અધિકારીઓએ બોગસ બિલિંગનું અંદાજે રૂ. ૧,૦૦૦ કરોડનું જંગી કૌભાંડ પકડી પાડ્યું છે. આ કૌભાંડમાં સંડોવાયેલા ભાવનગરના અફઝલ સાદિક અલી સવજાણીએ રૂા. ૭૩૯ કરોડનું અને પ્રાન્તીજના મીનાબેન રંગસિંહ રાઠોડ (ઝાલા) અને રૂા. ૫૭૭ કરોડનું બોગસ બિલિંગ કર્યું હોવાનું બહાર આવ્યું છે.
આ કૌભાંડમાં સંડોવાયેલી માધવ કોપર લિમિટેડે બોગસ બિલિંગના માધ્યમથી રૂા. ૭૫ કરોડની ગેરકાયદે વેરાશાખ-ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી હોવાનું જાણવા મળી રહ્યું છે. સાતમી જુલાઈથી ભાવનગરમાં એક સામટા ૭૧ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા દરમિયાન બોગસ બિલિંગની વિગતો બહાર આવી હતી. આ સંદર્ભમાં સાદિક અલી સવજાણી
અને મીના રંગસિંહ રાઠોડની ધરપકડ કરવામાં આવી છે.


comments powered by Disqus