દ્વારકાઃ ખંભાળીયા તાલુકાના તથીયા ગામના ખેડૂત પ્રવીણ કરમુર પાસે ટ્રેકટર છે છતાં પણ ટ્રેકટર છોડીની પોતાની કારનો ઉપયોગ ખેતરમાં વાવણી કરી રહ્યા છે. આવું કરવા પાછળનું કારણ એ છે કે, એક કલાક ટ્રેક્ટર ખેતરમાં ચાલે તો તેની પાછળ ખેડૂતને ૫૦૦થી ૬૦૦ રૂપિયાનો ખર્ચ થાય છે અને જો પ્રવીણભાઈ CNG કારનો ઉપોયોગ તેના ખેતરમાં એક કલાક સુધી કરે તો તેને માત્ર ૫૦થી ૧૦૦ રૂપિયાનો ખર્ચ થાય છે. એટલે CNG કારે પ્રવીણભાઈનો ખર્ચ ખૂબ જ ઘટાડ્યો છે. મહત્ત્વની વાત છે કે, એક ખેડૂતને વાવણી દરમિયાન ૮ કલાક સુધી ટ્રેક્ટર પોતાના ખેતરમાં ચલાવવું પડે છે અને તેની પાછળ ૪થી ૫ હજાર રૂપિયાનો ખર્ચ કરવો પડે છે. પરંતુ પ્રવીણભાઈ પોતાની કારમાં CNG ગેસ ફૂલ કરાવીને ૮ કલાક કારથી વાવણી કરી શકે છે. એક વખત ગેસ ફૂલ કરાવવાનો ખર્ચ તેને ૪૦૦ રૂપિયા જ થાય છે. એટલે ટ્રેક્ટરની જગ્યા પર પ્રવીણભાઈ કારનો ઉપયોગ કરીને ૩થી ૪ હજાર રૂપિયાની બચત એક દિવસમાં કરી શકે છે. ખેડૂત પ્રવીણભાઈએ અપનાવેલો આ પ્રયોગ આસપાસના ગામડાઓમાં ચર્ચાનો વિષય બન્યો છે.