વડોદરાઃ મહી નદીના કિનારે બરોડા મેડિકલ કોલેજના ૧૨ વિદ્યાર્થી પિકનિક માટે ગયા હતાં. જ્યાં નદીના વહેણમાં ૪ વિદ્યાર્થીઓ તણાયાં હતાં. આ ઘટનામાં ૨ વિદ્યાર્થીનું ડુબી જવાથી મોત નીપજ્યું હતું. ૨૦ વર્ષની સિદ્ધિ શાહ અને ૨૦ વર્ષનો અમોઘ ગોયલ પાણીમાં ગરકાવ થતાં મોતને ભેટ્યા હતા. જેના પગલે વિદ્યાર્થીઓમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.