અમદાવાદ: રાજ્યમાં ૧૨ જૂલાઈની સ્થિતિએ સતત બે દિવસ કોરોનાથી એક પણ મોત થયું નહીં, ત્યારે ૧૨ જુલાઈ ફરી કોરનાથી એક મોત નોંધાયું છે. કોરોનાની ધીમી પડતાં વિતેલા ૨૪ કલાકમાં નવા કેસોમાં ૧૦ ટકા ઘટાડો સાથે નવા ૩૨ કેસ નોંધાયા છે. જ્યારે રાજ્યના ૧૨ જિલ્લા કોર્પોરેશનમાં માત્ર એક એક નવા કેસ રજિસ્ટર થયાં છે. વધુ ૨૬૨ દર્દીઓ કોરોનાને મ્હાત આપી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. તેની સાથે ગુજરાતનો રિકવરી રેટ વધીને ૯૮.૬૮ ટકા થયો છે. રાજ્યમાં ૧૨ જુલાઈના નોંધાયેલા કોરોનાના નવા કેસોમાં અમદાવાદમાં ૯, સુરતમાં ૩, ભરૂચ, કચ્છ, રાજકોટ અને વડોદરામાં બે-બે નવા કેસ નોંધાયા છે. જ્યારે આણંદમાં એક દર્દીનું મોત નીપજ્યું છે. છેલ્લી સ્થિતિ મુજબ રાજ્યોમાં કોરોના એક્ટીવ કેસોની સંખ્યા ઘટીને ૮૦૧ થઈ છે, જેમાં નાજુક, તબિયત હોવાના લીધે ૭ દર્દીઓને વેન્ટિલેટર ઉપર સારવાર અપાઈ રહી છે. જ્યારે ૭૯૪ દર્દીઓ સ્ટેબલ છે.