ઓસ્ટ્રેલિયા અભ્યાસ માટે ગયેલા મોડાસાના યુવકના નિધનથી પરિવારજનોમાં શોક

Tuesday 14th December 2021 12:00 EST
 

માણસા: તાલુકાના પડુસ્મા ગામના વતની ભરતભાઈ પટેલ અમદાવાદમાં ઇલેક્ટ્રીકનો વ્યવસાય કરે છે. તેમણે પોતાના ૨૩ વર્ષીય પુત્ર અઢી વર્ષ અગાઉ સ્ટુડન્ટ વિઝા પર મેલબોર્ન મોકલ્યો હતો. ઓસ્ટ્રેલિયા પહોંચ્યા બાદ જય પટેલે અભ્યાસની સાથે સાથે પોતાનો ખર્ચો કાઢવા માટે નોકરી પણ શરૂ કરી હતી. અહીં અમદાવાદ તેના પરિવારમાં માતાપિતા અને એક બહેન ઘરે હોવાની અવારનવાર ફોન પર વાતચીત પણ થતી હતી. ત્યાર આ યુવક પોતાની જોબ પૂરી કરીને ઘરે આવ્યો હતો. રાત્રે સૂઈ ગયા બાદ બીજા દિવસે સવારે પણ ઘરમાં કોઈ ચહલપહલ નહીં જણાતા આસપાસમાં રહેતા તેના ગુજરાતી મિત્રો જયના ઘરે પહોંચી ગયા હતા, જ્યાં તેઓએ તપાસ કરતાં ઘરમાં જયની કોઈ હલચલ જોવા મળી ન હતી. આથી તાત્કાલિક તેણે ઘરમાં પ્રવેશીને જોતા તેનું મોત નિપજ્યું હોવાનું માલુમ પડ્યું હતું. આ મામલે મિત્રોએ ભારતમાં રહેતા તેના પરિવારજનોને જાણ કરી હતી. આ દરમિયાન પોલીસ પણ દોડી આવી હતી. પોલીસે જયના મોતનું કારણ જાણવા તેના મતૃદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો. જે દરમિયાન સમગ્ર કાયદાકીય પ્રક્રિયા બાદ ૧૬મી તારીખે સ્થાનિક તંત્ર દ્વારા જયનો મૃતદેહનો કબજો સોંપવામાં આવશે.
મૃતદેહને વતનમાં પરત લાવવા માટે યુવકના મિત્રવર્તુળ તથા ગુજરાતી સમાજે મદદ માટે ફાળો ઉઘરાવવાનું શરૂ કરતાં થોડા સમયમાં જ ૪૫ હજાર ડોલરની રકમ એકઠી થઈ ગઈ હતી. હવે ઓસ્ટ્રેલિયન સરકાર તરફથી કાયદાકીય રીતે કામગીરી પૂર્ણ કર્યા બાદ જય પટેલના મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવશે.


comments powered by Disqus