દેશમાં મહારાષ્ટ્ર રાજ્યમાં ઓમિક્રોનના સર્વાધિક કેસ

Tuesday 14th December 2021 16:09 EST
 

મુંબઈઃ કોરોનાનો નવો વેરિયન્ટ ભારતમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. ૧૪ ડિસેમ્બરની સવારે દિલ્હીમાં ૪ નવા કેસ સામે આવ્યા બાદ સાંજે મહારાષ્ટ્રમાં ૮ કેસ આવ્યા છે. સંક્રમિત થયેલા ૮ માંથી ૭ દર્દી મુંબઈના છે. ખાસ વાત એ છે કે જેટલા લોકો ઓમિક્રોનની ઝપેટમાં આવ્યા છે તેમાંથી એક પણની ઈન્ટરનેશનલ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. આ રીતે દેશભરમાં નવા વેરિયન્ટના કેસ વધીને ૬૧ થઈ ગયા છે.
સંક્રમિત થયેલા ૮ દર્દીમાંથી એક રાજસ્થાનનો રહેવાસી છે. આ ઉપરાંત એક બેંગલુરુ અને એક દિલ્હીની યાત્રા કરી હતી. આજે સંક્રમિત થયેલા ૮ માંથી ૨ દર્દી હોસ્પિટલમાં અને છ હોમ આઈસોલેશનમાં છે. તેમના સંપર્કમાં આવેલા લોકોને ટ્રેક કરવામાં આવ્યા છે. સંક્રમિત થયેલા ૮ માંથી ૭ લોકોએ વેક્સિન લીધી હતી.
દેશમાં ૫૭૧ દિવસ પછી ૧૪ ડિસેમ્બરના સૌથી ઓછા ૫૭૮૪ કેસ નોંધાયા છે. જ્યારે ૨૫૨ લોકોના મોત થયા છે. ૭૯૯૫ લોકોને સારવાર પછી રજા અપાઈ છે. એક્ટિવ કેસ ૮૮,૯૯૩ થઈ ગયા છે.
દરમિયાન અમેરિકાની ડ્રગ બનાવતી કંપની ફાઈઝરે કહ્યું કે તેમની એન્ટીવાયરલ કોવિડ દવા કોરોના સામે ૯૦ ટકા અસરકારક છે. આ દવાથી હાઈરિસ્ક પેશેન્ટ્સના મોત કે હોસ્પિટલમાંથી દાખલ થવાથી બચાવશે. લેબ ડેટા મુજબ આ દવા કોરોના માટે નવા ઓમિક્રોન વેરિયન્ટ પર પણ ઈફેક્ટિવ સાબિત થઈ છે.
કયા રાજ્યમાં ઓમિક્રોનના કેટલા કેસ
દેશમાં ઓમિક્રોનના કેસની કુલ સંખ્યા ૫૩ થઈ ગઈ છે. જેમાં મહારાષ્ટ્ર ૨૦, રાજસ્થાન ૧૭, કર્ણાટક ૩, ગુજરાત ૨, કેરળ ૧, આંધ્રપ્રદેશ ૧, દિલ્હી ૬ અને ચંદીગઢ ૧ કેસ નોંધાઈ ગયા છે.
અદાર પૂનાવાલાએ કહ્યું- દેશમાં ૬ મહિનાની અંદર મળશે બાળકોની વેક્સિન
સીરમ ઇન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયા (SII)એ ૬ મહિનાની અંદર જ દેશમાં બાળકો માટે નોવાવેક્સ કોવિડ વેક્સિન લોન્ચ કરવાની યોજના બનાવી છે. SIIના CEO અદાર પુનવાલાએ જણાવ્યુ હતું કે ૩ વર્ષ અને તેથી વધુની ઉંમરના બાળકો પર વેક્સિનની ટ્રાયલ કરવામાં આવી છે. આ ટ્રાયલમાં સારા પરિણામ સામે આવ્યા છે. પુનાવાલાએ આ વાત કોંફેડરેશન ઓફ ઈન્ડિયાની વર્ચ્યુઅલ કોન્ફરન્સ દરમિયાન જણાવી હતી. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠની ચેતવણી આપી હતી કે ઓમિક્રોનથી મોતના આંકડા વધી શકે છે


comments powered by Disqus