પોરબંદર: પોરબંદરના સમુદ્રમાંથી પગમાં ચીપ લગાડેલા બે કબુતર મળી આવ્યા હતાં. આ કબુતરના પગમાં લગાડેલી ચીપ અંગે સુરક્ષા એજન્સી અને પોલીસ દ્વારા એફએસએલની મદદ લઇને તપાસ શરૂ કરાઇ છે. પોરબંદરની ફીશીંગ બોટ અરબી સમુદ્રમાં માછીમારી કરવા માટે ગઇ હતી. ત્યારે આ બોટ પર બે કબુતર આવીને બેઠા હતાં. આ બન્ને કબુતરના પગમાં લોખંડની રીંગ બાંધેલી હોવાનું નજર પડયું હતું. આથી બોટના ટંડેલ સહિતના માછીમારો ચોંકી ઉઠયા હતાં. પાકિસ્તાનની સેના અવારનવાર જાસૂસી મુદ્દે સંદેશા પહોંચાડવા કબૂતરનો ઉપયોગ કરતી હોય છે.
