ભાવનગર: ભાવનગરમાં પુત્રવધુએ સ્મશાનમાં મુખાગ્નિ દઇ સાસુને અંતિમ વિદાય આપ્યાનો પ્રેરણારૂપ બનાવ બનવા પામ્યો છે. સારુ સસરાની સેવા કરનાર પુત્રવધુ જ મુખાગ્નિ આપશે તેવો નિર્ણય ખુદ પુત્રએ લીધો હતો.
સમાજને નવો રાહ ચિંધતા આ બનાવની વિગતો એવી છે કે ભાવનગરની આર્યુવેદ કોલેજના નિવૃત પ્રધ્યાપક સ્વ.ડી.કે કક્કડના પત્ની મંજૂલાબેનનું અવસાન થતા તેમના પુત્ર મુકેશભાઇ સાથેના લગ્ન જીવનના ૨૧ વર્ષ દરમિયાન પુત્રવધુ ધારાબેનને સાસુની સેવા ચાકરી કરવામાં કોઇ કચાશ રાખી ન હતી. અને પુત્રની પણ વિશેષ કરી બતાવ્યું હતું. ત્યારે અંતિમ સમયે પુત્રે મુકેશભાઇ ખુદને ત્વરીત નિર્ણય કરી પોતાની માતાને મુખાગ્નિ આપવાની તક ધારાબેનને આપવાની ઇચ્છા વ્યક્ત કરતા કુટુંબના વડીલોને આ પહેલને આવકારી હતી અને પુત્રવધૂ ધારાબેને સાસુને સ્મશાનમાં મુખાગ્નિ આપી અંતિમ વિદાય આપી નવો રાહ ચિંધ્યો હતો.
