અમદાવાદ: કોરોનાનો નવો વેરિયન્ટ ઓમિક્રોન મળી આવ્યા બાદ ભારત સરકાર દ્વારા હાલ ૧૨ દેશોને હાઇરિસ્ક વાળા દેશોની યાદીમાં રાખ્યા છે. હાઇરિસ્ક વાળા દેશોમાં સામેલ યુકે (લંડન)ની સપ્તાહમાં બે ફ્લાઇટ અમદાવાદ આવી રહ્યા છે. ૧૦ ડિસેમ્બરના લંડનથી ૨૩૬ પેસેન્જરો સાથે ફ્લાઇટ અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચી હતી. આ તમામ પેસેન્જરોના એરપોર્ટ પર આઇટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી વડોદરાની એક ૨૨ વર્ષીય યુવતી કોરોના પોઝિટિવ મળી આવી હતી. જેને હેલ્થ ટીમ દ્વારા વડોદરાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. વધુમાં આ મહિલાને ઓમિક્રોન વાઇરસ છે. કે નહીં તેની તપાસ માટે તેના સેમ્પલ જીનોમ સિકવન્સ માટે પૂર્ણ મોકલી આપવામાં આવ્યા છે. ગત સપ્તાહે પણ વડોદરાની એક મહિલા યુકેથી આવ્યા પછી પોઝિટિવ આવી હતી અને ઓમિક્રોનની હાજરી છે કે નહીં તે ચકાસવા સેમ્પલ પૂણે મોકલાયું હતું જેના રિપોર્ટ હજુ સુધી આવ્યો નથી.
