અમદાવાદ: કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોને વિશ્વભરમાં હાહાકાર મચાવ્યો છે, ગુજરાતમાં પણ આ નવા વેરિઅન્ટના કેસ સામે આવ્યા છે, ધીમે ધીમે કોરોનાના કેસ વધી રહ્યા છે, આ સ્થિતિને જોતાં તબીબો માને છે કે, જાન્યુઆરી મહિનામાં કોરોના ફરી એક વાર વકરે તેવી શક્યતા રહેલી છે અને ફેબ્રુઆરી અંત સુધી ધીમે પડે તેમ છે.
નવો વેરિઅન્ટ ઓમિક્રોન ખૂબ ઝડપથી એકબીજાને સંક્રમિત કરે છે, જોકે મોટે ભાગે માઈલ્ડ પ્રકારના લક્ષણો હોય છે, નવા વેરિએન્ટમાં શરદી-ખાંસીની સાથે હાથ-પગ-માથામાં દુઃખાવો અને અશક્તિ જેવા લક્ષણો સામે આવ્યા છે, કોરોનાનો ઓમિક્રોન વેરિઅન્ટ ૧૨ કલાકે ફેફસાં સુધી પહોંચે છે, અલબત્ત, ઓક્સિજનનું પ્રમાણ ઘટતું નથી, તેમ ઈન્ડિયન મેડિકલ એસોસિયેશનની ગુજરાત બ્રાંચના પૂર્વ પ્રમુખ ડો. ચંદ્રેશ જરદોશ અને અન્ય તબીબોનું કહેવું છે.
