૧૦૦ થી વધુ મગર ધરાવતા મલાતજમાં ક્રોકોડાઈલ પાર્ક બનાવવા ઉઠેલી માગ

Tuesday 14th December 2021 12:11 EST
 

આણંદઃ જિલ્લાના મલાતજ ગામ દયા ફાઉન્ડેશન તથા વિદ્યાનગર નેચર કલબના સહયોગથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેબિનેટ મિનિસ્ટર અર્જુનસિંહ ચૌહાણ, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ અને ગુજરાત પ્રવાસન વિભાગ સાથે રૂબરૂ મુલાકાત લઈ મલાતજ ગામમાં ક્રોકોડાઇલ પાર્ક બનાવવામાં આવે અને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં તેવી રજૂઆત કરવામાં આવી.
મલાતજ ગામ જેમાં માનવ મગર વચ્ચેની મિત્રતા નો એક અનેરો સંબંધનો વિકાસ ક્રોકોડાઇલ પાર્ક બનાવી કરવામાં આવે તો ગુજરાતભરમાં તથા દેશભરમાં એક નવું પર્યાવરણ તથા પ્રાણીપ્રેમ વચ્ચેનું ઉદાહરણ બની શકે છે. આ વિષય હેઠળ જરૂરી ચોક્કસ પ્રમાણપત્રો રજુ કરવામાં આવ્યા હતા . આ રજૂઆત હેઠળ ગામમાં તળાવની ચારે કોર ફેન્સીંગ જાળી મારવામાં આવે, મગરોને આરામ કરવા માટે પૂરતી જગ્યા આપી ટેકરા અને પાર્ક અને વોચ ટાવર બનાવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવેલ છે. તેના વિકાસમાં જરૂરી બનતા પ્રયત્નોમાં સાથ સહકાર
આપવા માટે રજૂઆત કરવામાં આવી છે.


comments powered by Disqus