વાપીઃ ધરમપુરના અંતરિયાળ વિસ્તારના સમુદ્રની સપાટીથી આશરે ૨૩૦૦ ફૂટની ઊંચાઈ પર પંગારબારી ગામના ઐતિહાસિક ગિરિમથક વિલ્સન ખાતે ઉભી કરાયેલી વિવિધ સુવિધા સેહલાણી માટે આકર્ષણનું કેન્દ્ર બની રહી છે.
રાજ્યના ટુરિઝમ વિભાગ, વલસાડ જિલ્લા પ્રવાસન સમિતિ અને વલસાડ ઉત્તર વનવિભાગના સંયુક્ત ઉપક્રમે વિલ્સન હિલ વિકાસ યોજના હેઠળ કરોડોના ખર્ચે ટેબલ પોઇન્ટ, વોક વે, સીસી રોડ, રેલિંગ ઓન લેકસાઈડ, ટોયલેટ બ્લોક, કવર સીટીંગ, કિયોક્ષ, પાર્કિંગ એરિયા, પ્રોટેકશન વોલ વિથ રેલિંગ, ઓપન સીટીંગ, લેન્ડ સ્કેપિંગ, ચેનલિંગ ફેન્સ, થોડા થોડા અંતરે બેઠક વ્યવસ્થા સહિતની સુવિધા સમગ્ર વર્ષ દરમ્યાન અહીં આવતા પ્રવાસીઓ માટે ઉભી કરી છે.

