કચ્છ સરહદે તહેનાત પાંચ હજારથી વધુ બીએસએફ જવાનોનું રસીકરણ

Tuesday 14th September 2021 13:12 EDT
 

ભુજ: કોરોના મહામારીના શરૂઆતના સમયથી ભારત અને પાકિસ્તાનની કચ્છ સરહદે દેશનું રખોપું કરતા સશસ્ત્ર અને અર્ધલક્શરી દળ બીએસએફના જવાનોને પુરતું ટીકાકરણ કરવામાં આવ્યું છે. દેશના આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ કરેલી ટ્વિટમાં જણાવ્યા મુજબ કચ્છની સરહદે સુરક્ષા દળોના તમામ જવાનો પૂર્ણ રીતે રસીયુક્ત થઈ ગયા છે અને તેમના પરિવારજનોએ પણ પહેલો ડોઝ લીધો છે. તેમણે બીએસએફ ભૂજ સબ હેડકવાર્ટરના ડીઆઈજી સંજયકુમાર શ્રીવાસ્તવનો વીડિયો સંદેશ પણ ટ્વિટમાં મૂક્યો છે.
ભુજ એસએચક્યુના ડીઆઈજી એસ.કે.શ્રીવાસ્તવ સાથે આ ટ્વિટ મુદ્દે પૃચ્છા કરતાં તેમણે કહ્યું હતું કે, જિલ્લા આરોગ્ય વિભાગના સહકારથી બીએસએફ તમામ જવાનોને રસીકરણ કરવામાં આવ્યું છે. ખાવડા, દાપર સહિતની પોસ્ટમાં અને બીએસએફના પરિસરમાં રસીકરણ કેમ્પનું આયોજન કરાયું હતું. ૫૦૦૦થી વધુ જવાનો અને તેમના પરીવારોને પણ રસીકરણ કરવામાં આવ્યું હતું. હજુ જે લોકોએ રસી ન લીધી હોય તેમને થોડા સમયમાં જ આપી દેવામાં આવશે.


comments powered by Disqus