ચારૂસેટ સ્થિત પી.ડી.પટેલ કોલેજનું દેશભરમાં ‘ટોપ-૨૫’માં સ્થાન

Tuesday 14th September 2021 13:13 EDT
 
 

ચાંગાઃ વિશ્વ વિખ્યાત ચારૂસેટ યુનિવર્સિટી સ્થિત પી.ડી. પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એપ્લાઇડ સાયન્સિસે નેશનલ રેન્કિંગ દેશભરમાં ૨૨માં સ્થાને આવીને ૬૧.૧૯ સ્કોર સાથે ગુજરાતનું નામ રોશન કર્યું છે. ઓવરઓલ કોલેજોની કેટેગરીમાં ચાંગા સ્થિત ચારૂસેટ યુનિવર્સિટી સંલગ્ન PDIPAS કોલેજે ૨૨મું સ્થાન પ્રાપ્ત કર્યું છે. PDPIASની સિદ્ધિ બદલ ચારૂસેટના પ્રમુખ સુરેન્દ્રભાઈ પટેલ, માનદમંત્રી ડો. એમ.સી.પટેલ, માતૃસંસ્થામાં પ્રમુખ નગીનભાઈ પટેલ પ્રોવેસ્ટ ડો. આર. વી. ઉપાધ્યાય, રજિસ્ટ્રાર
ડો. દેવાંગ જોશીએ પ્રિન્સિપાલ ડો. પલાશ મંડળ અને તેમની ટીમને અભિનંદન પાઠવ્યા છે.


comments powered by Disqus