જામનગર: મહાત્મા ગાંધીજીને હત્યામાં ૧૫મી નવેમ્બરે ફાંસીએ ચડેલા નથુરામ ગોડસેની પ્રતિમા જામનગરમાં મુકવાનો વિવાદસ્પદ નિર્ણય હિન્દુ સેનાએ લેતા ખળભળાટ મચ્ચો છે. આ માટેની પહેલી બેઠક જામનગરમાં દ્વારકાધીશજીના મંદિરમાં મળી હતી. આ મિટિંગનો હિન્દુ સેનાના ૮ સભ્યોએ હાજર રહીને નથુરામ ગોડસેના જીવન ચરિત્ર પર ચર્ચા કરી હતી. યુવાનોમાં જોમ અને જુસ્સો લાવવા માટે ગોડસેની પ્રતિમા મુકવાનો નિર્ણય કરાયો હોવાનું અને આ માટે સૌરાષ્ટ્રભરમાંથી પસંદ કરાયેલા સભ્યોને વિશેષ જવાબદારી સોંપીને આ અભિયાનને આગળ ધપાવવા સંકલ્પ કરાયો છે.
જોકે, હિન્દુ સેનાના આ નિર્ણયથી હાલ તો ઠેર-ઠેરથી વિરોધ ઊઠી રહ્યો છે ત્યારે ગાંધીવાદીઓએ આ નિર્ણય સામે ગાંધીચિંધ્યા માર્ગે આંદોલનની પણ તૈયારી બતાવી છે.
