અમદાવાદ: સરદાર ધામ ટ્રસ્ટ દ્વારા પટેલ રિંગરોડ પર વૈષ્ણોદેવી મંદિર પાસે લગભગ રૂ.૨૦૦ કરોડના ખર્ચે નવનિર્મિત સરદાર ધામ ભવનનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું હતું.
પીએમ મોદીએ જણાવ્યું હતું કે ૨૧મી સદીમાં ભારત પાસે ગ્લોબલ લીડર તરીકે ઊભરવાનો અવસર છે. વડાપ્રધાને ૯-૧૧નો ઉલ્લેખ કરતાં રહ્યું કે, દુનિયામાં આ તારીખ અનેક રીતે જાણીતી છે. આ દિવસે ૧૮૮૩માં શિકાગોની વિશ્વધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદ વિશ્વને ભારતના મૂલ્યોનો પરિચય કરાવ્યો હતો. બીજી તરફ આજ દિવસે અમેરિકમાં આંતકવાદીઓએ માનવતા પર હુમલો કર્યો હતો. મોદીએ ચતુર્થી અને ઋષિ પંચમીની શુભકામનાની સાથે જૈનોના પવિત્ર પર્યુષણ પર્વે મિચ્છામિ દુક્કડમ કહી ક્ષમાયાચના કરી હતી. તેમણે કહ્યું કે, આપણે જેટલુ મેળવીએ છે તેનાથી અનેક જેટલું વધુ સમાજને પરત આવીએ છે. અને આ જ આપણી પરંપરા છે. આ પ્રસંગે રૂપાણીએ જણાવ્યું હતું. કે ગુજરાતની વિકાસ યાત્રામાં પાટીદાર સમાજે બહુમૂલ્ય યોગદાન આપ્યું છે. આ સિવાય તેમણે જણાવ્યું હતું કે, નિકોલ ખાતે નિર્માણાધિન છાત્રાલય માટે પણ ૫૦ ટકા ભાવે જમીન આપવાની જાહેરાત કરી હતી.
છેલ્લો કાર્યક્રમ.! સરદારધામના કાર્યક્રમ પછી મોદીનો આભાર માનીને રૂપાણીએ વિદાય લીધી
આ કાર્યક્રમ દરમિયાન જ રૂપાણીએ અહીંથી સીધા રાજભવન પહોંચીને રાજીનામું આપવાનો આદેશ મળી ગયો હતો. આ આદેશને માથે ચઢાવીને રૂપાણીએ રાજ્યપાલને મળીને રાજીનામું આપી દીધું હતું. તેથી યોગાનુંયોગ રૂપાણી માટે સરદાર ધામનું લોકાર્પણ મુખ્યપ્રધાન તરીકેનો છેલ્લો કાર્યક્રમ પુરવાર થયો છે.

