રાજાશાહી કાળનું કેશોદ એરપોર્ટ ફરી શરૂ થશે, ટૂરિઝમને વેગ મળશે

Tuesday 14th September 2021 12:50 EDT
 
 

જૂનાગઢ: ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ હવે વૈશ્વિક લેવલે વેપારને પ્રાધાન્ય મળે તેના હેતુસર ઉડાન સ્કિમ હેઠળ દેશના પાંચ શહેરોમાં એરપોર્ટ શરુ કરવાની જાહેરાત કરી છે, જેમાં ગુજરાતના જૂનાગઢ જિલ્લાના કેશોદ એરપોર્ટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આઝાદી વખતે જૂનાગઢના નવાબ અહિંથી પાકિસ્તાન ‘ઉડી’ ગયા હતા.
દેશના પાંચ શહેરો જેમાં ગુજરાતનું કેશોદ, ઝારખંડનું દેવધર, મહારાષ્ટ્રનું ગોંદીયા, અને સિંધુદુર્ગ અને ઉતરપ્રદેશના કુશીનગર ખાતે એરપોર્ટ શરૂ કરવામાં આવશે, જેમાં જૂનાગઢ જિલ્લાના કેશોદ ખાતે આવેલ નવાબીકાળના એરપોર્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે. અહીંથી દેશભરમાં ફ્લાઈટ ઉડશે, જેનાથી પ્રવાસનક્ષેત્રે સારો એવો લાભ મળશે. અહીના સાસણ, સોમનાથ, ગિરનાર રોપ-વે, દેવભૂમિ દ્વારકા સહિતના અનેક પર્યટન સ્થળે આવતા યાત્રિકોને ફયદો થશે.
અત્યાર સુધી રાજ્ય બહારથી આવતા પ્રવાસીઓને મોટા ભાગે દીવ એરપોર્ટનો અથવા પોરબંદર એરપોર્ટનો સહારો લેવો પડતો. હવે જયારે કેશોદ ખાતે એરપોર્ટ શરૂ થવાથી પ્રવાસીઓ માટે અંતર સાવ નજીક બની જશે. જેનાથી વેપાર-ધંધા અને પ્રવાસનક્ષેત્રને સારો એવો ફયદો થશે.
કેશોદ એરપોર્ટ શરૂ થવાની અનેકવાર જાહેરાતો થયેલ છે- દોઢ વર્ષ પહેલા જ જૂનાગઢના કેશોદમાં નવાબીકાળના એરપોર્ટને ફ્રી ચાલુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, ત્યારે છેલ્લા ૨૦ વર્ષથી જ્યાં એકપણ પ્લેનની સુવિધા નથી ચાલુ કરવામાં આવી તેવા કેશોદ એરપોર્ટ પર તા.૨૩ મી માર્ચ ૨૦૨૦ થી ડેઈલી અમદાવાદથી કેશોદ પ્લેન સેવા ચાલુ કરવાની જાહેરાત કરી હતી. ટ્રેજેટ કંપનીની એટીઆર ૭૨ સીટર એરક્રાફ્ટ અમદાવાદથી કેશોદ વિમાન સેવાનો પ્રારંભ કરવામાં આવશે. આ જાહેરાતને દોઢ વર્ષ થયું છતાં તે શરૂ થયું નથી. ત્યાં હવે ફ્રી જાહેરાત કરવામાં આવી છે.


comments powered by Disqus