ગાંધીનગર: કોરોના બાદ આગામી જાન્યુઆરી માસમાં યોજાનાર વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં જોડાઇને જાપાન ગુજરાતમાં મોટાપાયે મુડીરોકાણ કરશે. તેવી જાહેરાત જાપાનના મુંબઇ ખાતેના કોન્સ્યુલેટ જનરલે તત્કાલિન મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સાથેની બેઠકમાં કરી હતી. જાપાનના કોન્સ્યુલેટ જનરલ ડો. ફૂકહોરી યાસુકાએ ગાંધીનગરમાં તત્કાલિન મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં તત્કાલિન મુખ્ય પ્રધાન રૂપાણી એ કહ્યું કે જાપાન અને ગુજરાત સાથે મળીને સ્ટ્રેટેજીકલી કામ કરશે.

