વેરાવળ: વેરાવળ જીઆઇડીસીની એક ફીશ એક્ષપોર્ટ કંપનીના મશીન રૂમની ટનલમાં કોઇપણ કારણોસર ભેદી ધડાકા સાથે બ્લાસ્ટ થતા એકાએક ભીષણ આગ લાગી હતી. આ સમયે કંપનીમાં ૧૦૦થી વઘુ કર્મચારીઓ કામ કરતા હોય જેવો બહાર નિકળી જતા આબાદ બચાવ થયો હતો. જો કે, આગએ પળભરમાં જ વિકરાળ રૂપ ધારણ કરી લીધુ હોવાથી કંપનીમાં મશીન રૂમની આસપાસ રહેલ પુઠા સહિતનો માલ બળી ગયો હતો.
