ગોંડલના પ્રૌઢે મોજમજા કરવાના ચક્કરમાં રૂ.૧.૩૦ કરોડ ગુમાવ્યા

Wednesday 16th June 2021 06:33 EDT
 
 

 ઠગાઇ કરતી ટોળકી દ્વારા નવા નવા નુસ્ખા અજમાવવામાં આવે છે. ગોંડલના પ્રોઢને યુવતી સાથે ડેટિંગ અને મોજમજા કરાવવાની લાલચ આપીને રૂ. ૧.૩૦ કરોડની છેતરપિંડી કરવા અંગે ૧૪ સામે ફરિયાદ થઇ છે. શહેરના બ્રહ્માણી પાર્કમાં રહેતાં ૫૧ વર્ષના અશ્વિનભાઇ વીરપરિયા એકાદ વર્ષ પહેલા તેમના મોબાઇલમાં મેસેજ આવ્યો હતો. તેમાં એવું જણાવ્યું હતું કે, હાઇપ્રોફાઇલ મેમ સાથે ડેટિંગ અને મોજ માણવી હોય તો વળતો મેસેજ કરો. આ મેસેજ વાંચીને અશ્વિનભાઇએ સામે મેસેજ કર્યો હતો. બાદમાં તેમને મેમ્બરશીપ માટે બેંક એકાઉન્ટમાં નાણાં ભરવાનું જણાવાયું હતું. તે પછી જુદા- જુદા લોકોના મોબાઇલ ફોન આવ્યા હતા. અને આંગડિયાપેઢી મારફતે રકમ ટ્રાન્સફર કરાવી હતી. આ ટોળકીએ રોકેલના નાણાં ત્રણ ગણા પરત આપવાની પણ લાલચ આપી પ્રોઢ અશ્વિનભાઇ વીરપરિયા પાસેથી કુલ રૂ.૧,૨૯,૩૩,૯૦૦ જેવી રકમ પડાવી લીધી હતી. બાદમાં છેતરપિંડીનો ભોગ બનેલા પ્રોઢે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.


comments powered by Disqus