ચાઇનીઝ એપથી રૂ.૫૨૦ કરોડની ઠગાઈ: સુરતથી બે ઝડપાયા

Wednesday 16th June 2021 06:49 EDT
 

સુરતઃ પાવર બેન્ક અને ઈઝેડ પ્લાન નામની ચાઇનીઝ એપ બનાવી દેશના નાગરિકો સાથે રૂ.૫૨૦ કરોડની ઠગાઈ કરનાર ટોળકીના બે સાગરિત સુરતથી ઝડપાયા છે. બેંગ્લોર પોલીસે સુરત સાઇબર ક્રાઇમની મદદથી ઓપરેશન હાથ ધરી ટૂર ઓપરેટર અને ચાની લારીવાળા સહિત બેની ધરપકડ કરી હતી. બેંગ્લોર સાઇબર ક્રાઇમ પોલીસે ફ્રોડ ટોળકી વિરુદ્ધ છની ધરપકડ કરી હતી. ટોળકી દ્વારા તેમાં ગેમિંગ, ઇ-કોમર્સ અને સોશિયલ પ્લેટફોર્મ્સને બદલે એકાઉન્ટમાં ગૂગલ પ્લે સ્ટોરની પાવર બેન્ક એપ્લિકેશનના માધ્યમથી ઇન્વેસ્ટમેન્ટ ઉપર દૈનિક ધોરણે મુદ્દલ ઉપર વ્યાજ આપવાના બહાને કસ્ટમરોને રોકાણ કરાવી છેતરપિંડી કરાતી હતી. દેશના પાંચ લાખ ગ્રાહકો સાથે છેતરપિંડી કરી રૂ.૫૨૦ કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. પોલીસે જય પારેખ અને વિજય વણઝારાની ધરપકડ કરી હતી.


comments powered by Disqus