દેશનો સૌપ્રથમ એવિએશન પાર્ક બનશે રાજકોટમાં

Wednesday 16th June 2021 06:29 EDT
 
 

અમદાવાદ: રાજકોટ ખાતે દેશનો સૌપ્રથમ એવિએશન પાર્ક બનાવવા માટેનું આયોજન હવે અંતિમ તબક્કામાં છે. એવિએશન પાર્ક ગુજરાતમાં બનાવવા માટેની વિચારણા છેલ્લા પાંચ વર્ષથી ચાલી રહી છે.
આ એવિએશન પાર્કમાં મ્યુઝિયમ, એરસ્ટ્રિપ, ટ્રેનિંગ સ્કૂલ, હેલિપેડ જેવી સુવિધાઓ હશે. એરોસ્પેસ ટ્રેનિંગ, રીસર્ચ, મેન્યુફેક્ચરિંગ માટે આ એવિએશન પાર્ક વન સ્ટોપ ડેસ્ટિનેશન સમાન પુરવાર થઇ શકે છે. એર-શો થઇ શકે તેના માટેની જગ્યા પણ એવિએશન પાર્કમાં ફાળવાશે. આ એવિએશન પાર્કથી એરોસ્પેસ અને એવિઓનિક્સ સાથે સંકળાયેલાઓને પ્રત્યક્ષ કે પરોક્ષ રોજગારીનો ફાયદો મળી શકે છે. આ એવિએશન પાર્કમાં એરક્રાફ્ટના સ્પેર પાર્ટ્સ બનાવવા માટેનું નાનકડું મેન્યુફેક્ચરિંગ યુનિટ બનાવવા માટેની પણ વિચારણા કરવામાં આવી રહી છે.


comments powered by Disqus