પોરબંદર: કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતના સમુદ્ર કિનારાને વધુ મજબૂત બનાવવા માટે અનેકવિધ પ્રયાસો મેક ઇન ઇન્ડિયા હેઠળ થઇ રહ્યા છે જેમાં સજગ નામની શીપ કોસ્ટગાર્ડના ભાથામાં ઉમેરાઇ છે જે સંપૂર્ણપણે સ્વદેશી છે અને તાજેતરમાં નેશનલ સીકયુરીટી એડવાઇઝર (એનએસએ) અજીત ડોવેલના હસ્તે ઇન્ડિયન કોસ્ટગાર્ડ ઓફસોર પેટ્રોલ વેસલ સજગને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ શીપનું ગોવા શીપયાર્ડ લીમીટેડ ખાતે નિર્માણ થયું છે અને આ પ્રકારની કુલ પાંચ ઓફસોર પેટ્રોલ વેસલને ઇન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા બનાવવાનો ઓર્ડર આપવામાં આવ્યો છે જેમાંથી આ ત્રીજા નંબરની શીપ છે જે પોરબંદરના કોસ્ટગાર્ડને અર્પણ કરઈ છે.
આ શીપમાં એડવાન્સ ટેકનોલોજી ઇક્વિપમેન્ટ, હથિયાર અને સેન્સર છે. પોરબંદર આવી પહોંચતા પોરબંદરની કોસ્ટગાર્ડ જેટી ખાતે તેનું લોકાર્પણ કરાયું છે.ભારતીય કોસ્ટગાર્ડના કાફલામાં કુલ ૧૫૭ શીપ અને ૬૨ એરક્રાફટ છે જેમાં વધુ એક ઉમેરો થયો છે. સજાગ શીપ અતિઆધુનિક સુવિધાઓ સાથે છે. જેમાં ૪૦/૬૦ બોફોર્સ ગન અને બે ૧૨.૭ એમ.એમ. ગન્સ ફીટ કરવામાં આવી છે. અને એક ટ્વીટ એન્જીન હેલીકોપ્ટર પણ આ શીપમાં રહી શકે છે. તેમજ ૪ હાઇસ્પીડ બોટ અને બે ઇનફ્લેટેબલ બોટ સર્ચ અને રેસ્ક્યુ માટે રહેશે. આ શીપમાં ૯૧૦૦ કિલો વોટના બે ડિઝલ એન્જીન ફીટ કરવામાં આવ્યા છે. જેના દ્વારા ૨૬ નોટની મહત્તમ સ્પીડ સાથે દરિયામાં જઇ શકે છે.
વેલકમ સેરેમનીમાં કોસ્ટ ગાર્ડે રેસ્ક્યુ કર્યા
આ તકે કોસ્ટગાર્ડના જ્વાનો દ્વારા સર્ચ અને રેસ્ક્યુનો ડેમો કરવામાં આવ્યો હતો. ચેતક હેલિકોપ્ટર દ્વારા દોરડા નાંખી દિલધડક સર્ચ રેસ્ક્યુ કર્યું હતું. સ્વદેશી બનાવટના કુલ ૧૧ શિપ તૈયાર થયા છે જેમાંથી ૯ સજગ શિપ છે.