રાજુલામાં રેલવે જમીન પ્રશ્ને ધારાસભ્યના ઉપવાસ

Wednesday 16th June 2021 06:38 EDT
 
 

રાજુલાઃ રાજુલમાં ઘણા દિવસથી રેલવેથી પડતર જમીનમાં રોડ અને બ્યુટિફિકેશન પાર્કની કામગીરી બાબતે વિવાદ ચાલી રહ્યો છે. બાંધકામના સ્થળે પોલીસ દ્વારા બેરીકેટ લગાવી દેવામાં આવતા તેનો વિરોધ કરવા સ્થળ ઉપર ગયેલા ધારાસભ્ય અંબરિશ ડેર અને રેલવે પોલીસ વચ્ચે રકજક થઈ હતી. ત્યાં સ્થળ ઉપર હાજર રહેલા રાજુલા પોલીસ દ્વારા ધારાસભ્ય અમરીશ ડેરની ધરપકડ કરી પોલીસ સ્ટેશન લવાયા હતા જ્યાં ધારાસભ્યે દ્વારા આ પ્રશ્નને લઇને ઉપવાસ શરૂ કરી દિધા હતા. 


comments powered by Disqus