માધાપરની લોક ગાયિકા ગીતા રબારી વિવાદમાં આવ્યા છે. ગીતા રબારી કોરોનાની રસી લઇને વિવાદમાં ફસાયા છે. ગાયિકા ગીતા રબારી અને તેમના પતિએ પોતાના ઘરે જ કોરોનાની રસી લીધાની પોસ્ટ મૂકી હતી. ત્યારબાદ ઘણો વિવાદ થયો હતો. તેના કારણે તેણે આ પોસ્ટ ડિલીટ કરવી પડી હતી. કચ્છના DDOને ફરિયાદ કરવામાં આવતા આરોગ્ય વિભાગનાં કર્મચારીને નોટિસ આપીને આ અંગેનો ખુલાસો માંગ્યો છે. ગીતા રબારીએ સોશિયલ મીડિયામાં ટ્વિટર પર એક તસવીર શેર કરી જેમાં ઘરે નર્સ કોરોનાની રસી આપી રહી હોવાની પોસ્ટ મૂકી હતી. આ મુદ્દે વિવાદ થતાં તેમણે પોસ્ટ ડિલિટ કરી નાખી હતી પણ આ પોસ્ટના સ્ક્રીન શોટ વાયરલ થઈ જતાં ડીડીઓએ કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો.