વડોદરાની કબડ્ડી પ્લેયર યુવતીને દારૂ સાથે દવા ભેળવી ગેંગરેપ

Wednesday 16th June 2021 06:59 EDT
 

વડોદરા: લક્ષ્મીપુરા વિસ્તારની ૧૯ વર્ષની કબડ્ડી પ્લેયર યુવતીના સુસાઇડ કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. સુભાનપુરામાં રહેતી કબડ્ડી પ્લેયરને તેના મિત્રો દિશાંત કહાર અને નાઝીમ મિર્ઝાએ જબરજસ્તી દારૂ પીવડાવ્યો હતો. ત્યાર બાદ દિશાંતે તેણી સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું સપાટી પર આવ્યું છે. લક્ષ્મીપુરા પોલીસે આત્મહત્યા માટે મજબૂર કરવા અને દુષ્કર્મના ગુના હેઠળ દિશાંત કહાર અને નાઝીમ મિર્ઝાની પૂછપરછ હાથ ધરી છે. જેમાં દિશાંતે સંબંધ બાંધ્યાની કબૂલાત કરી હતી.


comments powered by Disqus