અંબાજી: યાત્રાધામ અંબાજીમાં લાખો શ્રદ્ધાળુઓ મા અંબાના દર્શન અને વિવિધ બધા આખડી પૂર્ણ કરવા આવે છે. અંબાજી આવતા માઇ ભક્તો દ્વારા આખડી પૂર્ણ કરવા સ્થાનિક પ્રસાદના સ્ટોર પરથી ચાંદીના છત્રોથી માંડી યંત્રો,નેત્ર, માતાજીના પગલા ખરીદી અને માતાજીના ભંડારમાં અર્પણ કરે છે. પરંતુ મા અંબાની સન્મુખ રાખેલી દાનપેટીમાં ચાંદીના છત્ર સીધાજ ભંડારમાં જમા થાય છે. જે નકલી હોવાની ખૂલ્યું છે.
શ્રી આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટના એકાઉન્ટ વિભાગના સવજીભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે ‘વર્ષ ૨૦૨૦ માં મંદિર મહામારીને લઇ મોટા ભાગે બંધ રહ્યું હતું. જને બાદ કરતા ભંડાર ગણતરીમાં વર્ષ ૨૦૧૯-૨૦માં ભંડારમાં ૨૭૩કિ.ગ્રા. અને વર્ષ ૨૦૨૧ દરમિયાન ભંડારમાં ૧૧૩ કિં.ગ્રા. ખોટી ચાંદીનો પૂજાપો એકઢો થયો છે. સોની પાસે દર વર્ષે આ જથ્થો ચેક કરવાયા છે. જેમાં આ ચાંદી નકલી હોવાનું સામે આવ્યું હતું. આ જથ્થાને ખોટી ખાતર તરીકે મૂલવી તેના નિકાલીને વ્યવસ્થા કરવામાં આવશે.