ભુજઃ જખૌના ખીદરત બેટ પાસેથી માછીમારોને સંદિગ્ધ પાઇપ અને બોક્સ દેખાતા સતર્કના દાખવી એજન્સીઓને જાણ કરી હતી. જખૌ મરીન પોલીસ, બીએસએફ અને સ્ટેટ આઇબીની ટીમે આ વિસ્ફોટક દેખાતા પદાર્થ અને બોક્સ કબજે કરી એફ. એસ.એલ કરાવ્યું હતું. બોક્સ ખાલી હતું પણ પાઇપમાં વિસ્ફોટક હોવાની શંકા હતી. રાજકોટ. બી.ડી.ડી.એસ. ની ટીમને જખૌ બોલાવાઇ હતી અને આ વિસ્ફોટક પદાર્થને સિફત પૂર્વક નષ્ટ કરી દેવાયો હતો. સ્ટીલના ગોળાકાર ચાર ઇચ જાડા પાઇપને ડિસ્પોઝલ કર્યા બાદ એફએસએલની ટીમે તત્વોને તપાસ અર્થે લીધા બાદ તેમાં વિસ્ફોટકની ઘાતક તિવ્રતા હોવાનું માલૂમ પડતા આ નિર્ણય લેવામાં આવ્યો હતો.