ભુજઃ ગત જુલાઈના ચીન ખાતે યુનેસ્કોની ઉચ્ચસ્તરીય બેઠકમાં ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સાઈટમાં દરજ્જો અપાયો છે. પાંચ હજાર વર્ષ પ્રાચીન સંસ્કૃતિને રાજ્ય અને કેન્દ્ર સરકારના અનેક પ્રયાસો બાદ ગુજરાતનું આ ચોથું સ્થળ છે કે, જેને વિશ્વના પ્રાચીન સ્થળમાં સ્થાન મળ્યું છે.
કોટાયમાં જૂના નગરના અવશેષો તેમજ અનેક ખંડેર મંદિરો આવેલા છે જે લગભગ દસમી સદીના છે. પશ્ચિમ તરફના દ્વારવાળુ રા’લાખાએ બંધાવેલું શિવ મંદિર આજે પણ ઊભું છે. સીમેન્ટના ઉપયોગ વગર અંશતઃ પીળા અને લાલ પથ્થરનું બનેલું છે. આ મંદિરનું ગર્ભગૃહ ચોરસ આકારનું છે. મંદિરમાં પથ્થરમાં કોતરેલી બે જાળીઓમાંથી આવતી પ્રાકૃતિક રોશની દ્વારા પ્રકાશિત રહે છે. મંડપની માત્ર ઉત્તરી દીવાલ હવે શેષ રહી છે. તે દીવાલ પર સારી રીતે કોતરેલા શિલ્પો આવેલા છે. આ મંદિરના શિખરો પણ આઠ ત્રિકોણાકાર કૃતિઓની અલંકૃત સજાવટ છે. આ કૃતિઓ ચૈત્ય જેવા આકારની છે અને તેમને શિખરની ચારે બાજુએ મુકવામાં આવી છે.
કેન્દ્ર સરકારે ગુજરાતમાં કુલ ૨૦૩ રક્ષિત સ્મારકો જાહેર કર્યા છે. જેમાં કચ્છની પાંચ સાઇટ છે. હવે કેન્દ્ર સરકારે દેશભરમાં આવેલા વધુ ૨૧ સ્થળોને રક્ષિત જાહેર કરવા ચિન્હિત કર્યા છે. જેમાં કચ્છના ખીરસરાની હડપ્પન સાઇટ ઉપરાંત પુરાતત્વીય સ્થળ કુરન,ભુજ તેમજ હડપ્પન સાઇટ સુરકોટડા, રાપર પણ પસંદગી કરાઈ હતી. ત્યારે અહીં વધુ સંશોધન થાય તેવી લોક લાગણી છે.
