રાજકોટઃ શહેરમાં પડેલા ખાડા મામલે મનપાનાં વિરોધ પક્ષના નેતા ભાનુબેન સોરાણી દ્વારા મુખ્યપ્રધાનને પણ રજૂઆત કરવામા આવી હતી. ભૂપેન્દ્ર રોડ પર શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર સહિત કાર્યકરોએ પાવડા-તગારા ઉપાડી ખાડા પૂર્યા હતા. આ મુદ્દે તેમણે જણાવ્યું હતું કે, ૯૦ ટકા રસ્તા રિપેર થયાના મનપાના દાવા ખોટા છે. ભાજપના મેયર અને મ્યુનીસીપલ કમિશ્નર ધૃતરાષ્ટ્રની ભૂમિકામાં છે. ઉલ્લેખનીય છે કે ખાડા મુદ્દે મ્યુનિ.કમિશનર અમિત અરોરાએ મીડિયાને જણાવ્યું હતું કે, ૯૧૩ કરોડ પર ખાડાનો સર્વે પૂર્ણ થયો છે અને ૨૫૪૬ ચોરસ મીટર રસ્તાનું રીપેરીંગ કરવામાં આવશે.