ગેસના બાટલાથી ભંગારનું કટીંગ કરતા બાટલો ફાટ્યો, પિતા-પુત્રના શરીરના ફુરચે-ફુરચા ઊડી ગયા

Tuesday 28th September 2021 12:49 EDT
 

ઉપલેટાઃ ઉપલેટામાં ભંગારના ડેલામાં ગેસના બાટલાથી ભંગારનું કટીંગ કરતા બાટલો ફાટ્યો હતો. પરિણામે પ્રચંડ વિસ્‍ફોટ થતા ત્યાં હાજર પિતા-પુત્રના શરીરના ફુરચે-ફુરચા ઊડી ગયા હતા. આ દુર્ઘટનામાં પિતા-પુત્રના મોત થતા અરેરાટી વ્‍યાપી ગઇ છે. ઉપલેટા પોલીસને બનાવની જાણ થતા તુરંત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પ્રાથમિક તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આ બનાવમાં કોઈ વિસ્ફોટક પદાર્થ આવી જતાં ઘડાકો થયાનું તારણ કાઢવામાં આવ્યું છે. હાલ મૃતક પિતા-પુત્રના શબને કોટેજ હોસ્પીટલમાં પી.એમ. માટે ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેઓનું ફોરેન્સીક પી.એમ. કરવા રાજકોટ રીફર કરવામાં આવ્યા હતા.


comments powered by Disqus