ગાંધીનગરઃ જ્યોર્જિયાના ભારતસ્થિત રાજદૂત આર્ચિલ ઝુલીઆશ્વિસીએ ગાંધીનગર સ્થિત કાર્યલયમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની લીધી હતી. તેમણે ગુજરાત સાથે ખાસ કરીને મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ,પોર્ટસ, ફાર્માસ્યુટિકલ સેક્ટરમાં સહભાગીતા માટે ઉત્સુકતા દર્શાવી હતી. તેમણે જ્યોર્જિયા, ભારત, ગુજરાતના પુરાતન ઔતિહાસિક સંબંધોની સ્મૃતિ તાજી કરી હતી. તેમણે ભારતે જ્યોર્જિયાને એન્ટિજન્ટ ટેસ્ટ કિટ, વેક્સિનની કરેલી મદદનો ઉલ્લેખ કર્યો હતો.
મુખ્મપ્રધાને જણાવ્યું હતું કે, જ્યોર્જિયાના ઉદ્યોગો, તેમની કંપનીઓ જો ગુજરાતમાં પોતાના એકમો શરૂ કરે તો ગુજરાત તરફથી સંપૂર્ણ સહયોગ મળશે. તેમણે વાઇબ્રન્ટ સમિટમાં જયોર્જિયાના ડેલિગેશનને ભાગ લેવા ઇંજન આપ્યું હતું. જ્યોર્જિયાના રાજદૂતે ભુપેન્દ્ર પટેલને જ્યોર્જિયા મુલાકાતે આવવા નિમંત્રણ પાઠવ્યું હતું. મુખ્યપ્રધાને તેમને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેવા અનુરોધ કર્યો હતો. એમ્બેસેડર આર્ચિલ ઝુલીઅશ્વિસે ગુજરાતની તેમની મુલાકાત યાદગાર ગણાવી હતી. બેઠકમાં મુખ્યપ્રધાના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ ડો.રાજીવકુમાર ગુપ્તા, મુખ્યપ્રધાન અધિક મુખ્ય સચિવ પંકજ જોષી. ઉદ્યોગ કમિશનર, ઇન્ડેકસ્ટ બીના મેનેજિંગ ડિરેક્ટર જોડાયા હતા.

