નવી દિલ્હી : ગુજરાતના એક પુરૂષ તની પત્ની અને તેની દીકરીને નકલી પાસપોર્ટ અને નકલી વિઝા સાથે કેનેડા જવાનો પ્રયાસ કરવા બદલ દિલ્હીના એરપોર્ટ ઉપરથી ઝડપી લેવાયા હતા. આ આખો પરિવાર મહેસાણાનો હતો એમ દિલ્હી એરપોર્ટના એક ઉચ્ચ સસરકારી અધિકારીએ કહ્યું હતું.
મહેસાણાનો આ પરિવાર જ્યારે દિલ્હીના ઇંદિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ-૩માં પ્રવેશ્યો ત્યારે ત્યાં હાજર સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટિ ફોર્સ (સીઆઇએસએફ)ના જવાનોને જોઇને થોડો ડરી ગયો હતો તેથી તેઓના ચહેરા ઉપર એક પ્રકારની ગભરામણ અને ડર જોઇ શકાતો હતો, જેથી તેઓનું વર્તન પણ થોડું શંકાસ્પદ થઇ ગયું હતું તેથી સઆઇએસએફના જવાનોએ તેઓને ઝડપી લીધા હતા.
આ પરિવાર દિલ્હીથી અમેરિકાના સાંતાક્રૂઝ અને ત્યાંથી જર્મનીના ફ્રેંન્કફર્ટ અને ફ્રેમ્કફર્ટથી બ્રાઝિલના સાઓ-પાઉલો થઇને કેનેડા જવાના હતા. એરપોર્ટ ઉપર હાજર અધિકારીઓએ તેઓના પાસપોર્ટ અને વિઝાની બારીકાઇથી ચકાસણી કરી તો તેમાં અનેક પ્રકારની વિસંગતા જણાઇ હતી.
તે ઉપરાંત કેનેડાની દિલ્હી સ્થિત એમ્બેસી કચેરીએ પણ કહ્યું હતું કે આ પરિવારના પાસપોર્ટ ઉપર જે વિઝા હતા તે તદ્દન નકલી હતા.