અમદાવાદઃ નવી સરકાર એક્શન મોડમાં આવી છે. કેબિનેટ અને રાજ્ય કક્ષાના પ્રધાનોને હવે જિલ્લા પ્રભારી મંત્રી તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. કેબિનેટ પ્રધાનોને બે જિલ્લા સોંપાયા છે. જ્યારે રાજ્યકક્ષાના પ્રધાનોને એક જિલ્લો સોંપાયો છે. વિધાનસભા સત્ર પૂર્ણ થયા બાદ બધાય પ્રધાનો જિલ્લા પ્રવાસે જશે. ૩૦મી બાદ પ્રધાનો જિલ્લા પ્રભારી મંત્રી તરીકે જે તે વિસ્તારમાં જશે.
મંત્રી જિલ્લો
રાજેન્દ્ર ત્રિવેદી અમદાવાદ, ખેડા
જીતુ વાઘણી સુરત, નવસારી
ઋષિકેશ પટેલ જૂનાગઢ, ગીર સોમનાથ
પૂર્ણેશ મોદી રાજકોટ, મોરબી
રાઘવજી પટેલ ભાવનગર, બોટાદ
કનુભાઈ દેસાઈ જામનગર, દ્વારકા
કિરીટસિંહ રાણા બનાસકાંઠા, પાટણ
નરેશ પટેલ વડોદરા, છોટા ઉદેપુર
પ્રદીપ પરમાર સાબરકાંઠા, અરવલ્લી
અર્જુનસિંહ ચૌહાણ મહેસાણા
હર્ષ સંઘવી ગાંધીનગર
જગદીશ પંચાલ નર્મદા
બ્રિજેશ મેરજા અમરેલી
જીતુ ચૌધરી દાહોદ