સુરત: વૈષ્ણવ સુરતી વિશા ખડાયતા સમાજના બ્રેનડેડ મનીષ શાહના પરિવારે મનીષભાઇનાં ફેફસાં, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી છ વ્યક્તિને નવજીવન બક્ષ્યું છે. સુરતથી કોલકાતાનું ૧,૬૨૫ કિમીનું અંતર ૧૯૦ મિનિટમાં કાપી ૪૬ વર્ષીય વ્યક્તિને ફેફસાંનું ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું. અમદાવાદની IKDRCમાં ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓમાં કરાયું છે. અડાજણના પૂજા-રો-હાઉસમાં રહેતા ૫૩ વર્ષીય મનીષ શાહને માથા તેમજ ડાબા હાથમાં દુઃખાવો વધતા ૧૭ સપ્ટેમ્બરે યુનાઇટેડ ગ્રીન હોસ્પિટલમાં દાખલ કર્યો હતા. જ્યાં સ્ટેન્ટ મૂકાયા પછી તેઓ બેભાન થઇ ગયા હતા. સીટી સ્કેનમાં બ્રેન હેમરેજને કારણે મગજમાં સોજો હોવાનું નિદાન થયું હતું. ૧૯મીએ મનીષભાઇને બ્રેનડેડ જાહેર કરાયા હતા. પરિવારજનોએ ‘ડોનેટ લાઇફ’ સંસ્થાનો સંપર્ક કરી અંગદાનની કર્યું હતું.
દાન કરનાર અને લેનાર, બંને કોરોનાના દર્દી
સુરતની યુનાઇટેડ ગ્રીન હોસ્પિટલમાં દાનમાં મળેલાં ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ કોલકાતાની મેડિકા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કોલકાતાના ૪૬ વર્ષીય યુવકમાં કરવામાં આવ્યું છે આ વ્યક્તિનાં ફેફસાં કોવિડને કારણે ખરાબ થઇ ગયાં હતા.
