નવીદિલ્હી: યુપીએસસીનું ફઈનલ પરિણામ જાહેર થઈ ગયું છે. ટોપ ૧૦માં પ્રથમવાર ગુજરાતનો ઉમેદવાર સ્થાન પામ્યો છે. સુરતનો કાર્તિક જીવાણી દેશમાં ૮મા ક્રમે છે. પહેલાં સ્થાને બિહારનો શુભમ કુમાર છે. આ વખતે ગુજરાતનાં ૧૩ ઉમેદવારોએ સફ્ળતા મેળવી છે. જાગૃતિ અવસ્થી અને અંકિતા જૈન અનુક્રમે બીજા તથા ત્રીજા સ્થાને છે. ટોપર શુભમ કુમારે બી.ટેક કર્યું છે. ટોચના ૨૫ ઉમેદવારોમાં ૧૩ પુરુષ અને ૧૨ મહિલા છે.
કાર્તિક જીવાણી અગાઉ ૨૦૧૭માં નિષ્ફ્ળ રહ્યા હતાં. ૨૦૧૯માં ફરી વારના પ્રયાસમાં ગુજરાતમાં પ્રથમ તથા દેશમાં ૮૪મા ક્રમે રહ્યાં હતાં. આથી આઈપીએસમાં પસંદગી થઈ હતી. પણ આઈએએસ બનવા ફરી પરીક્ષા આપી હતી અને તેઓ દેશમાં ૮મા ક્રમે આવ્યા છે. આઈઆઈટી મુંબઈથી મિકેનિકલ એન્જિનિયર થયેલા કાર્તિક સુરતમાંથી આઈએએસ થનાર પ્રથમ હશે.