અમદાવાદઃ ૨૭ સપ્ટેમ્બરની સ્થિતિએ રાજ્યમાં સતત બીજા દિવસે કોરોનાના દૈનિક કેસનો આંક ૨૦થી વધુ નોંધાયો હતી. ૨૭ સપ્ટેમ્બરની સ્થિતિએ વિતેલા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૨૧ કેસ નોંધાયા છે. બીજી તરફ રાજ્યમાં એક સાથે ૩૦ દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. છેલ્લા ઘણા દિવસો બાદ આટલી મોટી સંખ્યામાં દર્દી સાજા થયાં છે. કેસ અને સાજા થનાર દર્દીની સંખ્યા વચ્ચે કોઈ તફાવત ન રહેતા રિકવરી રેટ પણ ૯૮.૭૬ ટકાએ જ સ્થિર રહ્યો છે. સાજા થનાર દર્દીની સંખ્યા વધુ નોંધાતા રાજ્યના એક્ટિવ કેસ પણ ઘટીને ૧૪૨એ આવી ગયાં છે. છેલ્લી સ્થિતિ મુજબ ૪ દર્દીની સારવાર વેન્ટિલેટરના સહારે ચાલી રહી છે. ૧૩૮ દર્દીની સ્થિતિ સુધાર પર હોવાનો સરકારે દાવો કર્યો છે.