વિધાનસભા અધ્યક્ષપદે નીમા આચાર્ય, ઉપાધ્યક્ષપદે જેઠા ભરવાડ

Tuesday 28th September 2021 15:54 EDT
 
 

અમદાવાદઃ વિધાનસભાના અધ્યક્ષ તરીકે નિમાબેન આચાર્યની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે અધ્યક્ષ તરીકે નિમા આચાર્યના નામનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો જેને કોંગ્રેસે પણ વધાવી લીધો હતો. ગુજરાત વિધાનસભાના ઇતિહાસમાં નિમા આચાર્ય મહિલા અધ્યક્ષ બન્યાં છે.
સત્રના પ્રથમ દિવસે પ્રથમ સેશનમાં વિધાનસભાના અધ્યક્ષ ચૂંટવાની પ્રક્રિયા હાથ ધરાઇ હતી. અધ્યક્ષ નીમા આચાર્યએ પણ શાસકપક્ષ અને વિપક્ષને સત્ર દરમિયાન સાથ સહકાર આપવા અપીલ કરી હતી.
નિમા આચાર્યએ ભાજપ પક્ષની મહિલા શસક્તિકરણની આ પહેલને પણ આવકારી હતી. અધ્યક્ષ તરીકે વરણી થયા બાદ
શાસક પક્ષ વતી ઉપાધ્યક્ષ તરીકે જેઠા ભરવાડના નામની દરખાસ્ત રજૂ કરાઇ હતી. સામે છેડે કોંગ્રેસે ધારાસભ્ય ડો.અનિલ જોશીયારાનું નામ મુક્યું હતું. જોકે, આખરે બહુમતીના જોરે જેઠા ભરવાડની વિધાનસભાના ઉપાધ્યક્ષપદે વરણી થઇ હતી.


comments powered by Disqus