નવીદિલ્હીઃ કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી અમિત શાહે કહ્યું છે કે, સહકારી ક્ષેત્ર જ એકમાત્ર ઉપાપ છે, જેનાથી દેશની ગરીબી ખતમ થઇ શકે છે. સહકારિતાની મદદથી જ ભારત પાંચ લાખ ડોલર એટલે કે આશરે રૂ.૩૭૦ લાખ કરોડનું અર્થતંત્ર બની શકશે. અમિતશાહે શનિવારે દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇનડોર સ્ટેડિયમમાં આયોજિત દેશના પહેલા રાષ્ટ્રીય સહકારિતા સંમેલનના સંબોધનમાં આ વાત કરી તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકારે ટુંક જ સમયમાં નવી સહકાર નીતિ જાહેર કરશે. સહકારી આંદોલનને મજબૂત કરવા માટે રાજ્યો સાથે મળીને કામ કરવું પડશે.
અમિત શાહે કહ્યું કે, અમૂલ અને લિજ્જત સહકારિતાના બે ઉદાહરણ છે. અમૂલ દેશના કરોડો ખેડૂત જોડાયેલા છે. લિજ્જત પાપડે મહિલાઓને રોજગારી આપી છે. કેન્દ્રએ સહકારી ક્ષેત્રને વધુ મજબૂત કરવા સહકારી મંત્રાલય બનાવ્યું છે. હવે આપણી સહકારી સંસ્થાઓને આધુનિક કરવાની છે. તેને આપણે સ્પર્ધામાં ટકી શકે એવી સફળ સંસ્થાઓ બનાવવાની છે.