સુરતઃ રત્નકલા એકસપોર્ટને ત્યાં આઇટીની ડીઆઇ વિંગે પાડેલા દરોડામાં સતત ત્રીજા દિવસે પણ તપાસ યથાવત રહેવા પાંમી છે. જોકે ત્રણ દિવસની તપાસમાં રૂ. ૫૦૦ કરોડની દસ્તાવેજ કબ્જે કરવામાં આવ્યા છે. જોકે તપાસમાં એવુ પણ બહાર આવ્યુ છે કે કંપનીના સંચાલકોએ રૂ. ૯૦ કરોડના હિરાનો સ્ક્રેપ બારોબાર જ વેચીને રોકડમાં નાંણા લીધા છે. તેમજ નાના વેપારીઓ સાથે કરવામાં આવેલો વ્યવહાર પણ મોટાભાગે રોકડમાં જ કરવામાં આવ્યો હોવાની હકીકતો ડીઆઇ વિંગને મળી હતી. રત્નકલા એકસપોર્ટના સંચાલકો દ્વારા ઇન્કમટેક્સ બચાવવા માટે મોટાભાગનો વ્યવહાર રોકડમાં જ કરતા હોવાની ફરીયાદના આધારે સુરત આઇડી ડીઆઇ વિંગે સુરત, નવસારી, મુંબઇ, વાંકાનેર અને મોરબીના ૨૦ સ્થળો પર તપાસ શરુ કરવામાં આવી હતી. તે તપાસનો આજે સતત ત્રીજો દિવસ હોવા છતાં બે સ્થળ પર હજુ પણ તપાસની કામગીરી ચાલુ રહેવા પામી છે.