સુરતઃ શહેરના અઠવા ઝોનમાં ઇન્ડોર સ્ટેડિયમ પાસે આવેલા મેઘમયૂર એપોર્ટમેન્ટમાં ૫ જ દિવસમાં કોરોના ૯ કેસ પોઝિટિવ નોંધાતાં પાલિકાએ કોવિડ ગાઇડ લાઇન પ્રમાણે કાર્યવાહી હાથ ધરી એપોર્ટમેન્ટમાં A અને Bવિન્ગને સીલ મારી દઇ કલસ્ટર જાહેર કર્યું છે. ચારેક દિવસ અગાઉ આ એપોર્ટમેન્ટમાં બે કેસ પોઝિટિવ નીકળતાં અઠવા ઝોનના નાયબ આરોગ્ય અધિકારીએ તરત જ સર્વેલન્સ હાથ ધરાવ્યું હતું. જેમાં વધુ ૭ પોઝિટિવ કેસ શોધી કાઢ્યા હતા. આમ, એક જ એપાર્ટમેન્ટમાં માત્ર પાંચ જ દિવસમાં ૯ કેસ નોધાંતા ૧૪ દિવસ કન્ટેનમેન્ટ કલસ્ટર જાહેર કરી એપોર્ટમેન્ટના ૭૨ ફ્લેટના ૨૪૬ રહેવાસીને ફરજિયાત ક્વોરન્ટાઇન હેઠળ રહેવા સૂચના અપાઇ છે.