ગાંધીનગરઃ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી બીજી પણ મોટાભાગના પહેલીવારના અને શિક્ષણનું અત્યંત નીચું સ્તર ધરાવતા પ્રધાનોની પહેલી કેબિનેટ બેઠક જાણે ‘નવા નિશાળીયા’એ મસ્તીની પાઠશાળામાં પ્રથમ ક્લાસ માણ્યો હોવાનો ઘાટ ઘડાયો હતો. આ બેઠકમાં ગત ૧૨-૧૩-૧૪ સપ્ટેમ્બર દરમિયાન જામનગર, જૂનાગઢ અને રાજકોટ-એમ ત્રણ જિલ્લામાં થયેલા અતિ ભારે વરસાદથી વિવિધ નુકસાનમાં એસડીઆરએફના ધોરણો ઉપરાંત વધુ સહાય ચૂકવવાનો નિર્ણય લેવાયો હતો.