અરવલ્લીની યુવતિની ઈસરોના નવા પ્રોજેક્ટ માટે પસંદગી કરાઈ

Tuesday 16th November 2021 11:48 EST
 

મોડાસાઃ અરવલ્લી જિલ્લાના પછાત એવા મેઘરજ તાલુકાના અંતરિયાળ ગોઢા ગામની ૧૯ વર્ષીય ત્વિશાએ ઈન્ડિયન સ્પેસ ઓલિમ્પિયાડ-૨ની પરીક્ષા પાસ કરી દેશમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. સમગ્ર દેશમાં પરિવાર અને પંથકનું નામ રોશન કરનાર આ યુવતીની ઈસરોના નવા પ્રોજેક્ટ માટે પસંદગી કરાતાં જિલ્લાભરમાં ભારે ખુશી ફેલાઈ છે.
મેઘરજ તાલુકાના ગોઢા ગામના એક પરિવારની ૧૯ વર્ષીય દીકરી નેશનલ સ્પેસ સાયન્સ એક્ઝામિશનેશનની પરીક્ષા પાસ કરી અને ઈન્ડિયન સ્પેસ ઓલિમ્પિયાડ માટે સિલેક્ટ થઈ હવાઈ છલાંગ લગાવી હતી. આ યુવતીએ ચંદ્રયાન -૨નો લોન્ચિંગ ડિપાર્ટમેન્ટ વિષય પસંદ કરી ઈન્ડિયન સ્પેસ ઓલિમ્પિયાડ-૨ની પરીક્ષા સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે પ્રાપ્ત કરી છે.


comments powered by Disqus