મહેસાણાઃ જિલ્લાના કડી ખાતે પ્રાકૃતિક ખેતી માર્ગદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઉપસ્થિત રહ્યા હતા, તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો સંમેલન માં જોડાયા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, કૃષિનો આધાર ગૌ માતા છે, અને ગૌ માતાનું પૂજન પ્રાકૃતિક ખેતી થકી જ થાય છે. રાજ્યપાલે ઉમેર્યું કે પ્રાકૃતિક ખેતી અભિયાનમાં રાજ્યમાં ૨ લાખ ખેડુતો જોડાઇ, ગૌ માતા અને નાગરિકોના સ્વાસ્થ્યની ચિંતા કરી રહ્યા છે. સરકારે દેશી ગાયના સંવર્ધન માટે માસિક રૂ. ૯૦૦ની સહાય જાહેર કરી છે તેમ જણાવ્યું હતું.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, અસાધ્ય રોગોનું મુળ કારણ રાસાયણિક ખેતી છે,આવનારી પેઢીને વારસામાં શુદ્ધ પાણી, હવા અને ખોરાક આપવો હશે તો આજે પ્રાકૃતિક ખેતીને મહત્વ આપવું પડશે. ગૌ માતાની જય પ્રાકૃતિ ખેતી કરવાથી થાય છે. એક ગાયથી આપણી ૩૦ એકર જમીનમાં કોઇપણ ખર્ચ વગર ખેતી કરી શકાય છે તેમ જણાવી ગાયના સંવર્ધન,સંરક્ષણની હિમાયત કરી હતી કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત લિખિત પ્રાકૃતિક કૃષિ અંગેનું પુસ્તક ખેડુતોને આપવામાં આવ્યું હતું.
ખેડ઼ૂત સંમેલનમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતે સહકારી ક્ષેત્રે મહત્તમ વિકાસ કર્યો છે. રાજ્યના સહકારીતા થકી ખેડુતોના જીવનમા પણ પરિવર્તન આવ્યું છે. રાજ્યમાં ઝીરો ટકા વ્યાજે ૩૨ હજાર કરોડ જેટલી માતબર રકમ ખેડુતોને ધિરાણ આપી ખેત વિકાસમાં મદદ સરકાર દ્વારા કરાઇ રહી છે
