ક્લાસ-૨ મહિલા અધિકારીને અશ્લિલ ફોટો મોકલનારા મોડાસાના ડે.કલેક્ટરની ધરપકડ

Tuesday 16th November 2021 11:43 EST
 

અમદાવાદઃ ગાંધીનગરમાં કલાક-૨ અધિકારી તરીકે ફરજ બજાવતી મહિલાને અશ્લીલ ફોટો મોકલનારા મોડાસા ડેપ્યુટી કલેક્ટર મયંક પટેલની સાઇબર ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. ગાંધીનગરમાં કલાસ-૨ અધિકારી મહિલા સરકારી કામકાજ દરમિયાન જે તે સમયે કપડવંજમાં નાયબ મામલતદાર તરીકે નોકરી કરતાં મયંક પટેલના સંપર્કમાં આવ્યાં હતાં. ત્યાર બાદ તેમની વચ્ચે સરકારી કામકાજ દરમિયાન મુલાકાત થતી રહેતી હતી.
આ દરમિયાન મંયક પટેલ જીપીએસીની પરીક્ષા પાસ કરી ડેપ્યુટી કલેક્ટર બન્યો હતો. અને તેનું પોસ્ટિંગ મોડાસામાં થયું હતું. સરકારી કામકાજ દરમિયાન મહિલા અને મંયક પટેલ મળતાં એકબીજાનાં ફોન નંબરોની આપલે કરી હતી. ત્યાર બાદ બંને એકબીજાનાં ઘરે આવતાં જતાં હતાં. પરંતુ મયંક પટેલ મહિલા અધિકારીને અવારનવાર પોતાની સાથે ફોન પર વાત કરવા માટે દબાણ કરતો હતો. જો મહિલા અધિકારી ફોન ન ઉપાડે તો તેમને સતત ટેક્સ્ટ મેસેજ કે વીડિયો કોલ કરી હેરાન કરતો હતો.
ઘણી વાર મહિલા અધિકારી ફોન ન ઉપાડે તો તેમના પતિને ફોન કરી મારી નાખવાની ધમકી આપતો હતો અને મહિલાના અશ્લીલ ફોટો તેમનાં પતિ અને સસરાને મોકલી બદનામ કરી દેવાની ધમકી પણ આપતો હતો. મહિલા અધિકારીએ આ અંગેની સાઇબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ કરી હતી. જેની તપાસમાંમ મોડાસાની ડેપ્યુટી કલેક્ટર મયંક પટેલની ધરપકડ કરાઇ હતી.


comments powered by Disqus